Schedule Online Admission Counselling Meeting with Us
Apply Now - 2025

Supporting students in developing the knowledge rigour first

Enhancing students in strengthening the persona through state-of-art teaching pedagogy supported through practical hands-on

Latest Videos

Latest Glimpes

ગણપત યુનિ. માં ચાલતા B.TECH ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને મળતી અમૂલ્ય તક
ગણપત યુનિ. માં ચાલતા B.TECH ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને મળતી અમૂલ્ય તક

ગણપત યુનિ. માં ચાલતા B.TECH ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને મળતી અમૂલ્ય તક. #GanpatUniversity ગણપત યુનિવર્સિટીમાં એક જ કેમ્પસમાં અનેક કોર્સ ચાલે છે. અહીંથી ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી સારી નોકરી અને સારા પગાર સાથે માર્કેટમાં પહોંચે છે. યુનિવર્સિટીમાં ચાલતી અનેક ફેકલ્ટીનું ઈન્ડસ્ટ્રી સાથે સીધું જોડાણ થયેલું હોય છે. તેના લાભ રૂપે તૈયાર થયેલી વિદ્યાર્થીઓએ માર્કેટમાં નોકરી શોધવા વલખા મારવા નથી પડતા અને કેમ્પસ ઈન્ટરવ્યૂ દ્વારા તેમના હાથમાં નોકરી આવી જાય છે. ડિજિટલાઈઝેશન અને કૉમ્પ્યુટરાઈઝેશનના કારણે આ ક્ષેત્રમાં હવે એન્જીનીયર્સની ભારે માંગ ઉઠી છે. જેને પહોંચી વળવા માટે કોલેજ-યુનિવર્સિટીઝ દ્વારા એન્જિનિયર્સને તૈયાર કરવામાં આવે છે. વધુમાં યુનિવર્સિટીનું ઈન્ડસ્ટ્રી સાથે લીંક થવું જરૂરી છે. જેના કારણે વિદ્યાર્થીઓને અનેક વિકલ્પ મળી રહે છે. તો ગણપત યુનિ.માં ચાલતા વિવિધ કોર્સ અંતર્ગત ચાલતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વિશે આજે આપણે માહીતી મેળવીશું. ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણવાળા યુનિક પ્રોગ્રામ ચાલે છે. જે વિદ્યાર્થીઓને સક્ષમ એન્જિનિયર્સ બનવા માટેની ઉત્તમ તક પ્રદાન કરે છે. ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે આ કોર્સનો લાભ મળે છે. એડમિશનની પ્રક્રિયા અને ફી શું છે. વિદ્યાર્થીઓ ક્યારે પ્રવેશ મેળવી શકે છે. આ તમામ બાબતો વિશે આપ અહીં આર્ટિકલના માધ્યમથી જાણી શકશો. ફેકલ્ટી ઑફ એન્જીનીયરિંગ અને ટેકનોલોજીના ડેપ્યુટી પ્રોવાઈઝ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ ડીન, ડૉ. કિરણ અમીન… 1. ઈન્ડસ્ટ્રીઝ લિંક્ડ પ્રોગ્રામ એટલે શું, તેનું એન્જિનિયરીંગમાં કેટલું મહત્વ….? ઈન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામ એટલે ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કિલને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં જોડવી તથા તેને લગતા કોર્સ અભ્યાસક્રમમાં ઉમેરવા. તે ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝના એક્સપર્ટની મદદથી અભ્યાસક્રમમાં થીયરી તથા પ્રેક્ટીકલ બનાવવામાં નિષ્ણાતોની સલાહ લેવી. ઈન્ડસ્ટ્રીના વિવિધ experts ની મદદથી વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ, workshop, seminar, Technical Competitions ગોઠવવા. લેટેસ્ટ ટેકનોલોજીમાં વિવિધ ટ્રેનિંગ કોર્સ ચલાવવા. વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીઝની વિઝીટ કરાવવી. વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અથવા ઈન્ટર્નશીપ માટેની તકો ઉભી કરવી. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી સમજવા માટે ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડનું લેબોરેટરીઝમાં સેટઅપ ઊભો કરવો. ઈન્ડસ્ટ્રીના સપોર્ટથી જરૂરી સોફ્ટવરે તથા હાર્ડવરે વસાવવા જેથી વિદ્યાર્થીઓ તેમના B.Tech પછી ઈન્ડસ્ટ્રીઝની માંગને પહોંચી વળવા માટે સક્ષમ બને. 2. ગણપત યુનિ.ના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ & ટેકનોલોજીમાં કયા કયા અભ્યાસક્રમ ચાલી રહ્યા છે ? TCS (ટી.સી.એસ.) ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સહયોગથી B.Tech (CBCS) Computer Science & Business Systems IBM ના સહયોગથી B.Tech Computer Science & Engineering with specialization |1. Cloud based, |2. Big Data Analytics, | 3. Cyber Security E-inforchips ના સહયોગ થી B.Tech/M.Tech Electronics & Communication Engineering ગુજરાતુ સરકાર દ્વારા એક સુપર કોમ્પ્યુટર પણ ફાળવવામાં આવેલ છે. 3. સોફ્ટવેર ક્ષેત્રે મોખરે ગણાતી કંપની TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સહયોગથી ગણપત યુનિવર્સિટી ખાતે ચાલતા કોર્સની ખાસીયત જણાવશો ? ● મોટી સખ્યામાં પુસ્તકો, જર્નલ્સ અને ઓનલાઈન જર્નલ્સની સુવિધા સાથે ઓનલાઈન લાઈબ્રેરી એક્સેસ ● IBM કંપની સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી ● અનુભવી શિક્ષકો અને સહાયક સ્ટાફ ● Industry ની જરૂરિયાતને અનુરૂપ નવીનતમ અને અદ્યતન અભ્યાસક્રમ ● કારકિર્દીને અનુરૂપ થવા માટે Full Time ઔધ્યોગીક તાલીમ ● મોટી સખ્યામાં પુસ્તકો, જર્નલ્સ અને ઓનલાઈન જર્નલ્સની સુવિધા સાથે ઓનલાઈન લાઈબ્રેરી એક્સેસ ● ગણપત યુનિવર્સિટીએ આઇટી ક્ષેત્રમાં મોખરે ગણાતી IBM (આઈબીએમ) સાથે કરાર કરીને બી. ટેક. કમ્પ્યટરુ સાઇન્સ એંડ એંન્જિન્યરિંગ વિથ specialization ક્લાઉડ બેઝડ એપ્લિકેશન, બિગ ડેટા એનાલિટિક્સ અને સાઇબર સિક્યોરિટીનો કોર્સ શરૂ કર્યો છે. પ્લેસમેંટની સંસ્થામાં એક્ટિવ ટ્રેનિંગ અને પ્લેસમેંટ સેલની મદદથી છેલ્લા 3 વર્ષોમાં – 100% સુધી પ્લેસમેંટ એ પણ – Cisco, TCS, Infosys, IBM, Embibe, Sybez, Capgemini Sophos, Rapid જેવી MNC માં કામ કરવાની તકો મળેલ છે. આઇસીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો પૂર્વાનુભવ અને પ્રતિસાદ પણ ખૂબ જ સરસ છે અને તેઓ પણ સંસ્થાની કામગીરીથી અને અભ્યાસના સ્તરને વખાણે છે. CBCS એ ટેક્નીકલ અને મેનેજમેન્ટના સમન્વય દ્વારા તૈયાર કરાયેલ કોર્ષ છે. હાલમાં આઈ.ટી ઈન્ડસ્ટ્રીઝમાં ટેક્નીકલ સાથે મેનેજમેન્ટની જરૂરીયાતો ઉભી થઈ રહી છે, તેથી ભવિષ્યમાં આ કોર્ષ વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં નોકરીની તકો ઉભી થશે. Admission Helpline: Dr. Kiran Amin +91 98254 50140 Apply Now for Admission: https://admission.ganpatuniversity.ac.in

Share with             

Upcoming Events

Past Events

New Initiatives - MOUs

Latest News

New Happening's

Loading...